તારે બ્રાહ્મણ થવું છે કે શ્રમણ
*
નીરવ પટેલ
એક ગુરુએ કહ્યું :
મને તારો જમણા હાથનો અંગૂઠો આપ ગુરુદક્ષિણામાં.
એક ગુરુએ કહ્યું :
હજાર હત્યાઓ કરીને,
જમણા હાથની હજાર ટચલી આંગળીઓની માળા
અર્પણ કર મને ગુરુદક્ષિણામાં.
એક ગુરુએ કહ્યું :
અપનો પારસ આપ
એક ગુરુએ કહ્યું :
અપ્પો દીપ ભવ
તું નક્કી કર,
તારે બ્રાહ્મણ થવું છે કે શ્રમણ.
--------
*
નીરવ પટેલ
એક ગુરુએ કહ્યું :
મને તારો જમણા હાથનો અંગૂઠો આપ ગુરુદક્ષિણામાં.
એક ગુરુએ કહ્યું :
હજાર હત્યાઓ કરીને,
જમણા હાથની હજાર ટચલી આંગળીઓની માળા
અર્પણ કર મને ગુરુદક્ષિણામાં.
એક ગુરુએ કહ્યું :
અપનો પારસ આપ
એક ગુરુએ કહ્યું :
અપ્પો દીપ ભવ
તું નક્કી કર,
તારે બ્રાહ્મણ થવું છે કે શ્રમણ.
--------
No comments:
Post a Comment